આખરે મળી જ ગ્યું!!!
ઘણા સમય થી Old Spice નું deo શોધતો હતો. આખું દિલ્લી ફરી વળ્યો પણ ક્યાય થી ના મળ્યું. આજે ફુડ બજાર (આ ફૂડ બજાર માં ડીયો પણ મળે!) માં મળી તો ગ્યું પણ ટ્રાયલ પેક હતો, અડધો વાપરેલી હાલત માં. કસ્ટમર કેરે મને વાયદો કર્યો છે કે એકાદ અઠવાડિયા માં નવા સ્ટોક માં મળી જાશે. કદાચ આવતા અઠવાડિયે મળી જાય તો મારી લાંબા સમય ની શોધખોળ પૂરી થાય. મજાની વાત તો ઈ છે કે Old Spice ની વેબ સાઈટ પર આ પ્રોડક્ટ વિષે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. મૂળ તો આ બ્રાંડ Schultz ની છે પણ હવે પ્રોક્ટર એન્ડ ગેમ્બલે આ બ્રાંડ વેચાતી લઇ લીધી છે. કદાચ એટલે જ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જે પણ હોય આ ડીયો ની ગુણવત્તા બહુ સારી હોય છે અને માઈલ્ડ હોવાના કારણે લોકો (જેને એલર્જી હોય તેમ)ને કોઈ તકલીફ પણ નથી થતી.
કેટ નું ફોર્મ બહાર પડી ગયું છે, આવતા અઠવાડિયે ભરીશ. તૈયારી તો નહિ જ થાય પણ પહેલી વાર કેટ ઓનલાઈન છે, ટ્રાય મારવામાં વાંધો નથી. જીમેટ ની તૈયારી નથી થતી, સપ્ટેમ્બર એન્ડ છે એટલે અમારા નાણાકીય વર્ષ નો છેલ્લો મહિનો! (સીમેન્સ જર્મન કમ્પની હોવાથી ટેકનીકલ વાળાઓનું વર્ષ સપ્ટે. થી સપ્ટે. હોય છે.)
છેલ્લા ત્રણ દિવસ થી દિલ્લી માં સતત વરસાદ ચાલુ હતો, મુંબઈ ની સ્ટાઈલ માં. પણ હા ન્યુજ ચેનલો માં બતાવતા હતો એટલો પણ નો'તો પડતો, બધા ન્યુજ ચેનલો વાળા ઓ એ રાડોરાડ કરી નાખી દિલ્લી માં પુર આવશે, પણ એવું કાંઈ જ ન બન્યું. જેવો વિક એન્ડ આવ્યો વરસાદ પણ બંધ!
બ્લોગ લખવા માટે સમય નથી મળતો! જિંદગી માં કરવા માટે ઘણુંબધું છે જીમેટ, ડેબિયન, બ્લોગ, વાંચન, હેકિંગ... (લીસ્ટ ઘણું લાંબુ છે) પણ ટાઈમ ક્યાં???
તો કાલે (કે આજે રાતના બે તો વાગી ગયા) મળશુ.
મનીષ
No comments:
Post a Comment