Saturday, 1 August 2009

લિનક્સ ફીવર

આ શનીવાર ના ઓફીસ માં કંઈક અલગ જ મજા હોય!!!
ટી-શર્ટ, જીન્સ પહેરી ને જાઓ, એકદમ શાંતી હોય
મસ્ત કીશોર કુમાર ના ગીત વગાડો, ફોન નો ડ્બ્બો પણ શાંત હોય.
:)
સાહેબ ને વાત કરશુ સોમવાર ના બદલે શનીવાર આવુ તો ના ચાલે? ;)

ઘરે જાવાથી પહેલા બધુ કામ ફટાફ્ટ પતાવુ પડશે. બાકી બધા પહોચી ગ્યા છે.
૧૫ દિવસ જલ્સા!!!

* બુટાસીંહ ના સુપુત્ર બરોબર ના સપડાયા, આ સી.બી.આઈ. પણ બહુ ચાલુ થઈ ગઈ છે, બાકીના બધા ને સાક્ષી બનાવી લીધા છે!!!

કાલે કાર્તિક ભાઈ થી બ્લોગ મા વાત થયા બાદ લિનક્સ ઈન્સ્ટોલ કરવાનુ ભુત વળ્ગ્યું.
suse ૧૧, kde ૪ સાથે નાખી પણ એમા એક બગ હતો, ઈથરર્નેટ કામ જ નો’તુ કરતુ બરોબર, હવે pclos ચાલે છે.

કાલે પણ જવુ પડ્શે ઓફીસ :(

3 comments:

  1. કાર્તિક ભાઈ ના બ્લોગ મા લીનક્સ વીશે આટલું જણાવવા માટે ખુબ ખુબ આભાર તમારો. તમને એક બીજો ત્રાશ આપું છે તેનો યોગ્ય ઉકેલ આપશો.

    મારી પાસે ઘરે વિન્ડોઝ ડેસ્કટોપ છે. અને મને લીનક્સ નો કાઈ જ આઈડિયા નથી. ઓફીસ માં થોડા દિવસ લીનક્સ વાપર્યું પણ વિન્ડોઝ જેવો હાથ ના બેઠો એટલે લીનક્સ ને રામ રામ કહી દીધું. પરંતુ હવે ઘરે લીનક્સ જોડે હાથ મિલાવવા ની ઈચ્છા થઇ છે તો ઘરે લીનક્સ ડેસ્કટોપ કેવું રહેશે..?

    મારા જેવા નવા નિશાળિયાઓ માટે લીનક્સ વાપરવા માં કોઈ પ્રોબ્લેમ (ખાસ કરીને ઈન્ટરનેટ કનેક્શન માં, કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માં, સોન્ગ પ્લેય કરવામાં, )...?

    ReplyDelete
  2. તમે ખરેખર લિનક્સ વિષે જાણવા માગો છે, તે જાણીને આનંદ થયો.

    સારો આઇડીયા છે, શરુઆત માં ડ્યુલ બુટ પણ કરી શકો, એક વાર હાથ બેસી જાય એટ્લે વિન્ડોઝ કાઢી નાખવાનું!
    ઘણા બધા ઓપ્શન છે.(આ લિનક્સ ની તકલીફ છે, ઘણા બધા ઓપ્શન છે. નવા સવા માણસો મૂંઝાઇ જાય :) )
    લિનક્સ માં કેટ્લીક વસ્તુઓ નું ધ્યાન રાખજો…
    ૧) એમા સાથે mp3 ના codecs છે કે નહી? mp3 ઓપનસોર્સ નથી એટલે બધા લિનક્સ પેકેજ માં નથી હોતું. જોકે તમે ઈન્ટરનેટ પરથી codec મફત માં મેળવી શકો છે. DVD નું પણ એવું જ છે. એટલે કોઈક એવું પસંદ કરજો જેમાં પહેલાથી બધા codec હોય. જેમકે PC Linux OS
    ૨) તમારી system ના બધા હાર્ડવેર ને સપોર્ટ કરે છે ને. ખાસ કરીને મોડેમ. આનો રસ્તો છે કે એક વખત લાઇવ cd નાખી જોઇ લ્યો.

    હુ સલાહ આપીશ કે એકાદી વખત લાઇવ dc ટ્રાય કરો, જોકે ઇ થોડી ધીમી કામ કરશે, પણ મજા આવશે!

    નીચે માંથી કોઇ પણ ટ્રાય કરો (અથવા બીજી કોઇ પણ જે હાથ માં આવે તે)
    http://www.pclinuxos.com/
    http://www.debian.org/
    http://software.opensuse.org/
    http://www.ubuntu.com/

    ઝડપી નેટ કનેક્શન હાથવગું હોય તો આમાથી બે-ત્રણ ઉપર ટ્રાય મારો, પછી હું તમને ૫-૭ MB ના લિનક્સ ની લીંક આપીશ. એમાં બહું મજા પડશે.

    થોડા દિવસ માં હુ બ્લોગ ઉપર લિનક્સ ઇન્સ્ટોલ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ વિગત આપીશ.

    ReplyDelete
  3. લિનક્સ ફિવર તો મને પણ ફેવર કરી જ ગયો છે .. એઝ મૃગેશ મોદી રોટ.. મને પણ આમાં કંઇ ભાન પડતી નથી કાર્તિક મિસ્ત્રી, કુણાલ ધામી અને તમારા જેવા લોકોને આટલા ઉત્સાહથી વાત કરતા જોઇને હું પણ (તમારી અંજાર મુલાકાત બાદ) લિનક્સ લવર બની જઈશ એવું લાગે છે.

    ReplyDelete